Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વડોદરા શહેર પોલીસે માસ્ક વગર ફરતા લોકો પાસેથી 28.21 લાખનો દંડ વસુલ્યો

વડોદરા: શહેરમાં કોરોનાના કેસો કાબૂમાં લેવા પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારાઓ માટે કેટલાક દિવસોથી દંડ વસૂલવામાં આવી રહ્યો હોવા છતાં હજી અનેક લોકો બેદરકારી સેવી રહ્યા છે.

પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ રહી છે.લોકો પાણી પીવા માટે માસ્ક ઉતાર્યું,ગભરામણ થતી હોવાથી એક મિનિટ પહેલાં જ માસ્ક ઉતાર્યું..મોબાઇલ પર વાત કરવા માટે માસ્ક નીચે કર્યું છે..મારો કોરોના ટેસ્ટ નેગેટિવ છે..તેવા  બહાના કાઢી રહ્યા છે.કેટલાક તો ઓળખીતાઓને ફોન કરી વાત પણ કરાવવા દબાણ કરી રહ્યા છે.પરંતુ પોલીસ દાદ આપતી નથી.

પરિણામે,છેલ્લા બે દિવસમાં માસ્ક નહીં પહેરનારા ૨૮૨૧ લોકો પાસે પોલીસે રૃા.૨૮.૨૧ લાખનો દંડ વસૂલ્યો છે.આ ઉપરાંત પોલીસે કરફ્યૂનો ભંગ કરવા  બદલ બે દિવસમાં કુલ ૩૦ લોકોની અટકાયત કરી છે.

(5:56 pm IST)