Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી દરમ્યાન પોલીસ કર્મચારી પર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ

વડોદરા: શહેરના નવાપુરા પોલીસ મથકના જવાનો  કોવિડ-19 સંક્રમણના પગલે ગઈકાલે રાત્રે સિયા બાગ પેલેસ પાસે  માસ્ક ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા તરફથી આવતી એક કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલા વ્યક્તિ વિજયભાઈ પંડ્યા ( રહે - વડું ગામ, પાદરા )એ માસ્ક પહેર્યું ન હતું. જેથી પોલીસે તેને દંડ પેટે રૂપિયા 1000 ભરવાનું જણાવતાં તેણે દંડ ભરપાઈ કરવાની ના પાડી હતી. અને "તારાથી થાય તે કરી લે રૂપિયા ભરવાના નથી  " તેમ કહી પોલીસ કર્મીઓ સાથે ભર્યું વર્તન કર્યું હતું અને કાર ચાલક વિનોદ પંડ્યા ( રહે - વડું ગામ, પાદરા ) તેનું ઉપરાણું લઇ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. 

આ દરમિયાન ખેંચતાણમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એમ ,ડી ,  હડીયાની નેમ પ્લેટ તૂટી ગઈ હતી. અને બંને વ્યક્તિઓએ હંગામો મચાવી ટ્રાફિક જામ કર્યો હતો. નવાપુરા પોલીસે આ અંગે પોલીસ કર્મચારી પર હુમલો , કામમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પિતા - પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:55 pm IST)