Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વડોદરામાં એમપીથી દારૂનો જથ્થો લાવી વાઘોડિયામાં આપવા જતા બે શખ્સોને પોલીસે ઝડપી 24 બોટલ જપ્ત કરી

વડોદરા:મધ્યપ્રદેશથી ધૂમ સ્ટાઇલમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વાઘોડિયામાં પૂરો પાડવાની કોશિશ કરતા બે ખેપિયાઓને વાઘોડિયા પોલીસે ઝડપી પાડી રૂપિયા 11400 ની કિંમત ધરાવતી વિદેશી દારૂની 24 બોટલો સહિત 56900ની મત્તા કબ્જે કરી હતી. જ્યારે દારૂની ડિલિવરી લેનારા અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

વાઘોડિયા પોલીસ મથકના જવાનો ગઈકાલે રાત્રે પેટ્રોલીંગ માં હતા તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે બે ઇમ્પોર્ટએડ બાઈક પર  વિદેશી દારૂ  આવી રહ્યો છે. જેના આધારે પોલીસે વાઘોડિયા નવી જીઆઈડીસી ના ગેટ પાસે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબની  બાઇકો પસાર થતા પોલીસે તેમને કોર્ડન કરી રોકી હતી. 

બાઈક ચાલકે પોતાનું નામ વિનોદ કુમાર પરમાર (રહે- મેન બજાર, છોટાઉદેપુર /મૂળ રહે- ગોધરા) હોવાનું જણાવ્યું હતું પોલીસે બાઇકની તલાશી લેતા સીટ નીચેના ભાગે તેમજ પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 5700 ની કિંમત ધરાવતી 12 બોટલ મળી આવી હતી. જ્યારે અન્ય બાઈક ચાલકે પોતાનું નામ  રાહુલ કુમાર પરમાર(રહે- મેન બજાર, છોટાઉદેપુર /મૂળ રહે- ગોધરા) હોવાનું જણાવ્યું હતું. 

(5:55 pm IST)