Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સુરતમાં પોલીસે દુકાનમાં દરોડો પાડીને 61 લાખની નકલી બ્રાન્‍ડેડ ઘડીયાળો જપ્‍ત કરીઃ કોપીરાઇટ એક્‍ટ હેઠળ દુકાનદાર વિરૂદ્ધ ગુન્‍હો દાખલ

સુરત: શહેરના મહિધરપુરા પોલીસે ભાગલ-બુંદેલવાડ વિસ્તારની એક દુકાનમાં દરોડા પાડીને અલગ-અલગ કંપનીઓની 613. લાખ રૂપિયાની બ્રાન્ડેડ નકલી ઘડિયાળો જપ્ત કરી છે. જ્યારે કૉપીરાઈટ એક્ટ અંતર્ગત દુકાનદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે, બુંદેલાવાડ સ્થિત સના ટાઈમ્સની દુકાનમાં અલગ-અલગ જાણીતી બ્રાન્ડની નકલી ઘડિયાળો ગેરકાયદેસર રીતે વેચાઈ રહી છે. બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હ્યુબોલ્ટ, ટીસૌટ, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયાર, પોલિસ, સીકે, ડીજલ, લુમિનર, રોલેક્સ સહિત અલગ-અલગ 30 બ્રાન્ડની 2075 ઘડિયાળો જપ્ત કરી હતી. જેનું વેપારી પાસે કોઈ બિલ નહતું.

હાલ પોલીસે 61.26 લાખની ઘડિયાળ અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યાં છે. જ્યારે દુકાનના વેપારી ઈરફાન મેમળ વિરુદ્ધ કૉપીરાઈટ એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ CID ક્રાઈમે આજ દુકાનના ભાજીવાલા પોળ સ્થિત ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી 3.31 કરોડની 11,031 ઘડિયાળો કબ્જે કરવામાં આવી હતી.

(5:15 pm IST)