Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમદાવાદના જુના વાડજ વિસ્‍તારમાં કોર્પોરેશનની વોટર પ્રોજેક્‍ટની કામગીરી દરમિયાન ભેખડ પડતા મજુરનું મોત

અમદાવાદ: શહેરના જૂના વાડજ વિસ્તારમાં ભેખડ ધસી પડતા મજૂરનું મોત થયુ હતું. AMC વોટર પ્રોજેક્ટની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી.

અમદાવાદના જૂના વાડજમાં રામપીર ટેકરા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પશ્ચિમ ઝોન દ્વારા વોટર પ્રોજેક્ટની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન ભેખડ ધસી પડતા કામ કરતો એક મજૂર 10 ફૂટ જેટલો અંદર દટાઇ ગયો હતો. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને દટાયેલા મજૂરને બહાર કાઢીને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન હાજર ડોક્ટરોએ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.

(5:14 pm IST)