Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કયાં છે મંદી? અમદાવાદમાં એક પ્લોટની ૧૦૨ કરોડમાં ડિલઃ સાયન્સ સીટી રોડ પર રેકોર્ડ બ્રેક ભાવે સોદો

૫૦૦૦ વારની જગ્યાઃ ૧ વારના ઉપજયા ૨.૦૫ લાખ

અમદાવાદ, તા.૧૫: હજુ થોડા દિવસ પહેલા જ શહેરના ઈસ્કોન સર્કલ પર રેકોર્ડબ્રેક ભાવે જમીનનો એક સોદો થયો હોવાના સમાચાર બાદ હવે સાયન્સ સિટી રોડ પર વધુ એક મોટી ડીલ ચર્ચામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચ હજાર વારના આ પ્લોટને શહેરના એક બિલ્ડરે ૧૦૨ કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આ પ્લોટ હિતાર્થ પાર્ટી પ્લોટની સામે આવેલો છે, અને શુકન મોલથી સાયન્સ સિટી સર્કલ તરફ ૧ કિમી દૂર છે.

૧૦૨ કરોડ રુપિયાની આ ડીલને વારના ભાવે ગણીએ તો, આ સોદામાં ૧ ચોરસવાર જમીનના ૨.૦૫ લાખ રુપિયા ચૂકવાયા છે તેમ સૂત્રો જણાવે છે. સામાન્ય રીતે સાયન્સ સિટી રોડ પર જમીનનો ભાવ ૧ લાખ રુપિયા પ્રતિ ચોરસવાર ચાલે છે. જોકે, આ પ્લોટ રોડ ટચ છે, અને તેમાં જ્લ્ત્ પણ વધારે હોવાથી આ એરિયામાં ચાલતા ભાવ કરતા તેના ડબલ રુપિયા ચૂકવવામાં આવ્યા છે.

આ ડીલથી માહિતગાર એક સૂત્રના જણાવ્યા અનુસાર, ૧૦૨ કરોડમાં જમીન ખરીદનારા બિલ્ડર તેના પર રેસિડેન્શિયલ પ્રોજેકટ બાંધવાનું આયોજન ધરાવે છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં આ બીજી મોટી ડીલ થઈ છે. થોડા દિવસો અગાઉ ઈસ્કોન સર્કલ પર ૫૦૦૦ ચોરસવારનો જ પ્લોટ ૧૫૦ કરોડ રુપિયામાં વેચાયો હતો. આ સોદામાં એક ચોરસવાર જમીનના ૩ લાખ રુપિયા ચૂકવવામાં આવ્યા હતા.

શહેરમાં કોરોનાને કારણે જમીનોના અનેક સોદા અટવાઈ ગયા હતા. બીજી તરફ, મંદી પણ ચાલતી હોવાના કારણે માર્કેટમાં ખાસ નવું કામકાજ પણ જોવા નહોતું મળી રહ્યું. જોકે, આ બે સોદા સાબિત કરે છે કે અમદાવાદમાં સ્થિતિ સુધરી રહી છે. સૂત્રોનું માનીએ તો, કોરોનાને લીધે અનેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરુ કર્યું હોવાથી કોમર્શિયલ સ્પેસમાં કોઈ નવી ડિમાન્ડ હાલ નથી જોવા મળી રહી. તેવામાં બિલ્ડરો પોતે ખરીદેલી જમીન પર ફ્લેટ બનાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં જમીનના જે બે મોટા સોદા થયા છે તે બંને પર ફ્લેટ બનશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલ અલ્ટ્રા લકઝરી સેગ્મેન્ટમાં સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. જેમાં ૪-૫ કરોડ રુપિયાની કિંમત ધરાવતા ફ્લેટ્સનો સમાવેશ થાય છે. દ્યણા લોકો હવે ઓફિસને બદલે દ્યરેથી જ કામ કરવાને પ્રાયોરિટી આપી રહ્યા છે તેવામાં મોટા ઘરની ડિમાન્ડમાં પણ વધારો થયો છે.

(3:38 pm IST)