Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દસેક લાખ મતદારો ઉમેરાયા : આજ સુધીમાં નોંધાયેલાને જ પાલિકા - પંચાયતોમાં મતાધિકાર

મતદાર યાદી સુધારણા અભિયાનનો આજે છેલ્લો દિવસ

રાજકોટ તા. ૧૫ : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા, રદ્દ કરવા અને સુધારણા કરાવવા માટે અભિયાનનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલ પછી મતદાર યાદીમાં નામનો ઉમેરો કે રદ્દ કરાવી શકાશે પણ આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળશે નહિ.

કેન્દ્રીય ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર આજે કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા ઓનલાઇન રાત સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરો કે રદ્દ થઇ શકે તો જ પાલિકા - પંચાયતની ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાનારી ચૂંટણીમાં તક મળી શકશે. વિધાનસભાની આખરી મતદાર યાદી ૧૫ જાન્યુઆરીએ પ્રસિધ્ધ થશે. રાજ્ય ચૂંટણી પંચ તેના આધારે જ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરશે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ૧૮ વર્ષ પૂરા કરનાર નોંધાયેલા મતદારો મતદાન કરી શકશે. છેલ્લી મતદાર યાદી પછીના મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત રાજ્યમાં દસેક લાખ મતદારો ઉમેરાયાનો અંદાજ છે. સત્તાવાર આંકડાકીય માહિતી ૧૫ જાન્યુઆરીએ જાહેર થશે. લાખો યુવા મતદારો તાલુકા - જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત મતાધિકાર ભોગવશે.

(3:37 pm IST)