Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દુષ્કર્મ કરી આગ્રા નાશેલ બિહારના શખ્સને ઝડપવામાં મૂળ રાજકોટના વતની અધિકારીઓએ સિંહ ભૂમિકા ભજવી

સુરતમાં નાના બાળકો સામેના દુષ્કર્મીઓ સામેની સીપી અજય તોમરની પૂરજોશમાં ચાલતી ઝુબેંશને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ : પોલીસની સંખ્યાબંધ ટીમો સરવેલન્સ તજજ્ઞો અને બાતમીદારો આખા વિસ્તારમાં પ્રસરી ગયેલ, ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાયેલ, પ્રથમ સીસીટીવી ફૂટેજ શોધ્યા બાદ મોબાઈલ લોકેશન આધારે ઉતરપ્રદેશ સુધી ટીમ પહોંચેલ.એડી.સીપી એચ.આર.મુલીયાણા તથા એસીપી જયકુમાર પંડયાએ સિંહ ભૂમિકા ભજવી

રાજકોટ તા.૧પ :  મૂળ બિહારના શખ્સ દ્વારા સુરતની સચિન જીઆઇડીસી વિસ્તારમાં દુષ્કર્મ કરી નાશી છુટેલા આરોપીને ટેકનિકલ સરવેલેન્સ આધારે આગ્રાથી ગણતરીના દિવસોમાં પકડી પડતા સુરત પોલીસ નાના બાળકો સાથે ના દુષ્કર્મ મામલામાં વધુ એક વખત મોટી સફળતા મેળવી છે.                         

અગાઉ બિલકુલ સામાન્ય પરિવારના ગૂમ થયેલ બાળકો દુષ્કર્મીઓનો હાથે ન ચઢી જાય તે માટે પોલીસનો કાફલો ઉતારનાર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર એડી. સીપી એચ.આર. મુલીયાણા અને ડીસીપી વિધી ચૌધરી તથા અનેક પડકાર જનક મામલામાં મહત્વની ભૂમિકા ભજવનાર એસીપી જય કુમાર પંડ્યા ની આગેવાની હેઠળ પોલીસ ની સંખ્યાબંધ ટીમો ટેકનિકલ સર્વેલાન્સ અને ક્રાઇમ બ્રાન્ચ વિગેરે મેદાને પડ્યા હતા.                       

મૂળ રાજકોટના વતનીઓ એવા એડિશનલ સીપી શ્રી મુલિયાના અને એસીપી જય કુમાર પંડ્યા ટીમ દ્વારા મહા મહેનતે સીસીટીવી કેમેરા માંથી શકમંદ શખસનું લોકેશન શોધી તેના ફોટા બાતમીદારો મારફત સર્કુલેટ કરતા તે શખ્સની ઓળખ મેળવી તેના મોબાઈલ નંબર શોધી ટેકનિકલ સરવેલન્સ આધારે તેનો પતો લગાડી પોલીસ ટીમને સીપી એ આગ્રા તાકીદે  મોકલી ઝડપી લીધેલ. અને આ રીતે બિહારના ચંપારણ પંથકના મૂકેશ બધાઈ નામના શખ્સ ને ઝડપી લીધેલ.

આ કામગીરી કરનાર પો. ઇન્સ. એમ.વી. તડવી, પો.સ.ઇ. મસાણી, એ.એસ.આઇ. રજનીકાંત, અ.હે.કો. ગુલાબભાઇ, અ.હે.કો. દિપકસિંહ અ. હે.કો. પંકજભાઇ અ.હે.કો. અજયભાઇ અ.હે. કો. મહેન્દ્રભાઇ અ.હે. કો. નરેશભાઇ અ.હે.કો. રાજુભાચઇ અ.હે.કો. પુંજાભાઇ અ.પો.કો. અનંતભાઇ અ.પો.કો. ભગવાનભાઇ અ.પો.કો. સચિનભાઇ અ. પો. કો. અનિલભાઇ અ.પો.કો. રાજેશભાઇ અ.પો.કો. દર્શનભાઇ અ.પો.કો. રીતેશભાઇનાઓએ કરેલ છે.

(3:01 pm IST)