Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સીબીઆઇના એડી. ડિરેકટર અને આઇપીએસ પાઠશાળાના વડા તુરંત ડીજીપી કેડરમાં મુકાશે કે કેમ! હોટ ટોપિક

ડીજીપી ની ખાલી પડેલ એક જગ્યા પર વિકાસ સહાયને ન્યાય આપવા તાત્કાલિક બઢતી આપવામાં આવે તો પ્રવીણ સિંહા અને અતુલ કરવલ પણ આપોઆપ ડીજીપી કેડરમાં મુકાય. રાજય સરકાર સ્વરછ છબી ધરવતા અધિકારીઓની કદર કરે છે તેવી છાપ અફસરો અને લોકોમાં પડે : આમતો ડીજીપી બઢતી માટે ૧૯૮૮ બેચ હક્કદાર છે. નવાઈની વાત એ છે કે આ બેચના ૨ કાયદાકીય ગુચમા ગુચવાયા છેઃ બીજા બધા સેન્ટ્રલ હોવાથી તેમને ફકત બઢતી આપશે.ગણતરીના માસમાં ખાલી પાડનાર ડીજીપી ની ૨ જગ્યા પર સુરત સીપી અજય તોમર તથા એડી. ડીજી અનિલ પ્રથમ જેવા ૧૯૮૯ બેચના અફસરો ડીજીપી બનવાની તક મળશે

રાજકોટ તા. ૧પ :    મૂળ ગુજરાત કેડરના અને હાલ દિલ્હીમાં અનુક્રમે સીબીઆઈ એડિશનલ ડિરેકટર અને આઇપીએસ ઓફિસરોને તાલીમ આપતી હૈદરાબાદ ખાતેની અકાદમીના ડિરેકટર ને ચાલુ માસે ડીજીપી કેડરમાં બઢતી મળવાનો મુખ્ય આધાર બને ઓફિસર જેવી સ્વચ્છ છબી ધરાવતા વિકાસ સહાયને  ડીજીપી ની એક ખાલી પડેલ જગ્યા એ બઢતી મળશે કે પછી એપ્રિલ માસ બાદ કેશવ કુમાર અને વિનોદ મલ્લ નિવૃત્ત્। થશે ત્યાં સુધી મામલો લંબાશે તેની ચર્ચા ગુજરાતના પાટનગર થી લઇ દેશના પાટનગર સુધી ખાનગીમાં આઇપીએસ ઓફિસર મા ચાલી રહી છે.

૧૯૮૭ બેચના એસીબી વડા કેશવ કુમાર અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યરત સંજય શ્રી વાસ્તવ ને લાંબા ઇન્તજાર અને ચીફ સેક્રેટરી અનિલ મુકીમ સુધીની રજૂઆત બાદ ડીજીપી પદે બઢતી મળી.વિનોદ મલ્લને પણ ચાન્સ મળ્યો.                                      

 કેશવ કુમાર અને વિનોદ મલ્લ ગણતરીના મહિનાઓમાં નિવૃત્ત્। થશે.હાલમાં ડીજીપી લેવલનો એક જગ્યા ખાલી છે.ઉકત બંનેની નિવૃતિ બાદ કુલ ૩ જગ્યા ખાલી થશે.             

 નવાઈની વાત એ છે કે ડીજીપી પદ માટે ૧૯૮૮ બેચ હકદાર બને પરંતુ આ બેચના ૨ આઇપીએસ કાયદાકીય ગુંચમાં ઉલ્ઝાયેલ છે એટલે એમની બાદબાકી બાદ બાકી રહે સીબીઆઇ ના એડી.ડિરેકટર પ્રવીણ સિંહા તથા આઇપીએસ એકેડમીના ડિરેકટર અતુલ કરવાલ. ગુજરાત બહાર છે.                                     

ડીજીપી પદે રાજય સરકાર અર્થાત્ ગ્રહ મંત્રાલય દ્વાર વિકાસ સહાયને ખાલી જગ્યા પર બઢતી આપવામાં આવે તો આપોઆપ ગુજરાતના ગૌરવ રૂપ પ્રવીણ સિંહા તથા ખુદ વડા પ્રધાન દ્વાર જેની જાહેરમાં પ્રસંશા થયેલ તેવા અતુલ કરવલ ને ડીજીપી કેડર મળી જાય. સાથે સાથે  સેન્ટ્રલ આઈ.બી.મા ફરજ બજાવતા મૂળ ગુજરાત કેડર ના વિવેક શ્રી વાસ્તવ ને પણ તક મળે.               આમ કેન્દ્રમાં હોવાથી તેવો ને ડીજીપી કેડર મળે અને કેશવ કુમાર તથા વિનોદ મલ્લ નિવૃત્ત્। થાય ત્યારે ગણતરીના મહિનાઓમાં ૧૯૮૯ બેચના સુરત સીપી અજય કુમાર તોમર અને સીઆઈડી ક્રાઈમમા ખૂબ    રસથી મહત્વના વિભાગો સંભાળતા અધિકારીને તક સાંપડશે.

(3:01 pm IST)