Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મુંબઇ ભાજપના સાંસદ મનોજ કોટક સાથે જનક ઠકકરની મુલાકાતઃ ચર્ચા

રાજકોટઃ ગુજરાતી ફિલ્મ અને ટી.વી. સીરીયલ કલાકાર, ગાંધીનગર તથા ડીસાના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર અને યુથ આઇકોન ગાંધીનગરના શ્રી જનક ઠક્કરની મુલાકાત તાજેતરમાં મુંબઇ ખાતેના એક સમારોહમાં શ્રી મનોજ કોટક (ભાજપા સાંસદશ્રી-મુંબઇ) સાથે થઇ હતી. લોહાણા સમાજના બન્ને આગેવાનોએ સમાજ વિશેના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરી હતી. શ્રી મનોજ કોટક દ્વારા અપાયેલ માર્ગદર્શન અનુસાર નવી ઉર્જા સાથે સામાજીક કામગીરી નવા આયામો સાથે કરવાની જનકભાઇએ બાંહેધરી આપી તથા શ્રી કોટકને ગાંધીનગર ખાતે મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

(3:00 pm IST)