Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ડેડીયાપાડાના મેડીયાસાગ ગામ પાસે અજાણી ટ્રકે મો.સા.ને ટક્કર મારતા દંપતીને ગંભીર ઇજા,પુત્રનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મેડીયાસાગ ગામ પાસે અજાણી ટ્રકે મો.સા.ને ટક્કર મારતા દંપતી ને ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે તેમના 4 વર્ષીય પુત્રનું ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના મહેન્દ્રભાઇ મંગાભાઇ વસાવા તેમની પત્ની શર્મીલાબેન તથા દિકરો મયુરભાઇ (ઉ.વ.૪ )મો.સા. નં.GJ-224-0167 લઇને દેવમોગરા ગામે દર્શન અર્થે જતા હતા તે વખતે મેડીયાસાગ ગામથી થોડે આગળ રોડ ઉપર વળાંક પાસે  એક અજાણ્યા ટૂક ગાડીના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે હંકારી લાવી મોટર સાઈકલને પાછળના ભાગેથી ટક્કર મારી દંપતીને ગંભીર ઇજાઓ કરી તથા દિકરા મયુરભાઇને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી ટ્રક લઈ નાસી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:48 pm IST)