Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજપીપળાના માલિવાડ વિસ્તારના બાળકોએ 1962 પશુ હેલ્પલાઇનમાં કોલ કરી ગલુડિયાને સારવાર અપાવી માનવતા મહેકાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકારે 1962 નંબર થી પશુ હેલ્પલાઇનની સેવા શરૂ કરી છે જેમાં સ્ટ્રીટ ડોગ સહિતના રખડતા પશુઓની નિઃશુલ્ક સ્થળ ઉપર સારવાર અપાય છે પરંતુ આ સેવાનો કદાચ મોટેરાઓ પણ રખડતા જાનવરો માટે લાભ લેતા નહિ હોય તેવા સમયે રાજપીપળા માલિવાડ વિસ્તારના નાના બાળકોએ માનવતા બતાવી જેમાં ફળીયામાં રખડતા સ્વાનના નાના ગલુડિયાને ઇજા જોતાજ 1962 હેલ્પલાઇન પર કોલ કરી આ બચ્ચાને સારવાર અપાવી નવજીવન અપાવ્યુ હતું.ત્યારે આવી નાના ભૂલકાઓની માનવતા બાદ મોટેરાઓ પણ અચરજ પામી ગયા હતા.અને માલિવાડ વિસ્તારના આ ભૂલકાઓની માનવતાને બિરદાવી હતી.

 આ બાબતે ઘટના સ્થળે સારવાર અર્થે આવેલા 1962 ટીમના ડોક્ટર પ્રિન્સકુમાર અને પાયલોટ નૈનેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી તેમને નાના છોકરાઓના ફોન આવ્યા હતા અને તે તાત્કાલિક સ્થળ ઉપર આવીને કુતરાના બચ્ચાને સારવાર આપી હતી

(8:32 am IST)