Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ભૂતબેડાથી મંડાળા વચ્ચેના માર્ગની કામગીરી શરૂ કરાઇ પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાની બુમ

15 વર્ષ બાદ આ તરફ માર્ગ બની રહ્યો હોવા છતાં માર્ગના કામમાં વેઠ ઉતારાતી હોવાની વાતે યોગ્ય કામગીરી કરાય તેવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભૂતબેડાથી મંડાળા તરફ જતો માર્ગ 15 વર્ષથી જર્જરીત હાલતમાં હોય હાલ ઘણા વર્ષો બાદ મંજુર થયો અને હાલ તેની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ તેમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાતું હોવાની બુમ ઉઠી હોય વર્ષો બાદ બની રહેલો આ માર્ગ થોડા જ સમયમાં ફરી ખરાબ થશે તો આ તરફના લોકોને ફરી મુસીબતમાંથી પસાર થવું પડશે માટે આ બાબતે જવાબદારો સામે પગલાં લેવાય અને નિયમ મુજબના મટિરિયલનો યોગ્ય માત્રામાં ઉપયોગ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

(11:31 pm IST)