Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પિતાની ખબર કાઢવા કેનેડાથી આવેલા યુવક ઉપર હુમલો

નડિયાદ પીપલગ ચોકડી પાસેની ઘટના : પુત્રીને ત્રાસ આપી છૂટાછેડા આપ્યાની અદાવતે હુમલો કરાયો હોવાની વાત ખુલી : ઘર અને ગાડીમાં પણ તોડફોડ

નડિયાદ, તા. ૧૪ : હાલમાં એક ઘટનાની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. મામલો છે ખેડાના નડિયાદનો. કે જ્યાં એનઆરઆઈ યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. પીપલગ ચોકડી પાસે યુવક પર સાસરિયા પક્ષે હુમલો કરવાની વાત સામે આવી રહી છે. મળતી વિગત પ્રમાણે કેનેડાથી પિતાની ખબર જોવા માટે યુવક આવ્યો હતો અને સાસરા પક્ષના લોકોએ તેના પર હુમલો કર્યો હતો.

જો સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો દીપક ત્રિવેદી સહિત ૧૦થી વધુ લોકોએ યુવક પર હુમલો કર્યો હતો. કેનેડામાં યુવક યુવતીએ છૂટાછેડા લીધા હતા. દીકરીને ત્રાસ આપી છૂટાછેડા આપ્યાની અદાવતે હુમલો કરવામાં આવ્યો હોવાની વાત બહાર આવી છે. સાથે ઘર અને ગાડીમાં પણ તોડફોડ કરી છે. હવે સમગ્ર કેસ માટે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં નડીઆદ પીપલગ ચોકડી પાસેની સમય એલીગન્સની ઘટના ચર્ચામાં આવી છે. ત્યાં કેનેડાથી પિતાની ખબર જોવા આવેલ યુવકના ઘર ઉપર સાસરિયાઓ દ્વારા હુમલો કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે દિપક ત્રિવેદી સહિત ૧૦થી વધુ લોકોએ હુમલો કર્યો છે. દંડા અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો નડિયાદ સમય એલીગન્સના મકાન નમ્બર ૫૭ ઉપર હુમલો થયો છે. દીકરી અને જમાઈએ કેનેડામાં કાયદેસરની રીતે છૂટાછેડા કર્યા હતા. દીકરીને ત્રાસ આપી છૂટાછેડા અંગે રિષ રાખી જમાઈ ઉપર સસરા દિપક ત્રિવેદીએ હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જેના પર હુમલો કરવામાં આવ્યો એનું નામ હિમાંશુ કા.પટેલ લેવામાં આવી રહ્યું છે. ઘરના કાચ અને બહાર પડેલ કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. હવે પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી રહી છે.

(9:02 pm IST)