Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

સુરતીવાસીઓ આનંદોઃ કામરેજ ટોલનાકા ઉપર સ્થાનિકો માટે ફ્રી ટોલ માટે અલગ લેન શરૂ કરાઈ

કરકમિટિના સભ્યોએ ટોલ નાકા ખાતે રૂબરૂ જઈને ખરાઇ કર્યા બાદ આંદોલનને સ્થગીત કરવામાં આવ્યુ

સુરત : સમગ્ર દેશમાં ફાસ્ટટેગ ટોલની શરૂઆતથી સુરતમાં આવેલ બે મોટા ટોલ નાકા ભાટીયા અને કામરેજ ખાતે સ્થાનિક વોહનોને એટલેકે જીજે 5 અને જીજે 19ને રાબેતા મુજબ છૂટ આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉપાડવામાં આવી હતી. જેને લઇને છેલ્લા 15 દિવસથી આંદોલનની દિશામાં નો કર કમિટિની રચના પણ કરવામાં આવી હતી. એ કમિટિ દ્વારા આજે કામરેજ ખાતે આંદોલનની ચીમકી પણ આપી હતી. પરંતુ આંદોલન પહેલાજ નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કામરેજ ટોલ નાકા ખાતે કેસની અલગ ત્રણ લાઇનો બનાવી દીધી હતી અને સુરત અને બારડોલીની ગાડીઓને ટોલ ભરવામાંથી મુકતી આપી હતી.

જોકે આ બાબતે ખરાઇ કરવાનો કરકમિટિના સભ્યો પણ ટોલ નાકા ખાતે રૂબરૂ ગયા હતા. અને ખરાઇ કર્યા બાદ આંદોલનને સ્થગીત કરવામાં આવ્યુ હતુ. સ્થાનિકોને ટોલ ટેકસમાંથી મુકિત માટે કોઇ ઠોસ જાહેરાત થઇ નહીં હોવાથી ના કર ટોલ સમિતિ દ્વારા જે જાગૃતિ અભિયાન ચલાવાઇ રહયુ હતું. તેમાં વધુને વધુ ગ્રામ પંચાયતો જોડાઇને લડતને વધુને વધુ જોર આપ્યું હતું.જેમાં ઓલપાડ તાલુકાની 11, કામરેજની ૪, ચોર્યાસીની 3, માંગરોળની 3, પલસાણા અને માંડવીની એક-એક મળીને 23 ગ્રામ પંચાયતોએ ટોલ મુકિતના ઠરાવો કરી આપીને લડતમાં જોડાયા હતા ,

 ઉપરાંત કોગ્રેસ , આપ , પાસ , એસપીજી સહિતની સંસ્થાઓ પણ આ આંદોલનમાં જોડાય હતી. જેમના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આફતા સ્થાનિક સાંસદો , પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠકો પણ થઇ હતી. પરંતુ તાત્કાલીક કોઇ નીકાલ નહિ આવતા આખરે ના કર સમિતિ દ્વારા ટોલ નાકા ખાતે ચક્કા જામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તે પહેલાજ સાંસદ સી આર પાટીલ દ્વારા કામરેજ ખાતે સ્થાનિકોને ટોલ માથી મુકીતની જાહેરાત કરી હતી. જેની ખરાઇ કરવા આજે મોટી સંખ્યામાંના કર સમિતિના આગેવાનો કામરેજ ટોલ નાકા ખાતે ભેગા થયા હતા અને ખરાઇ કર્યા બાદજ આંદોલનને હાલ પુરતું સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિકોની માંગ અટલીજ હતી કે ભલે ફાસ્ટેગ આવ્યું પણ સ્થાનિક વાહનોને પહેલાની જેમ છુટ આપવી જ જોઇએ જે મળતા આંદોલને કોઇ મોટું સ્વરૂપ ધારણ કર્યું ન હતું.

(9:35 pm IST)