Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

વડોદરાના ગોત્રી વિસ્તારમાં 13માં માળેથી ઝંપલાવી પરિણીતાએ જીવનદોરી ટૂંકાવી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના એફ ટાવરના 13મા માળેથી ઝંપલાવ્યું : પોતાના અઢી વર્ષના બાળકને સાસુ-સસરાને સોંપીને અગાશીએથી પડતું મૂક્યું

વડોદરામાં ગોત્રી ગાયત્રી સ્કૂલની બાજુમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના એફ ટાવરના 13મા માળેથી  24 વર્ષીય પરણીતાએ પડતુ મુકી જીવાદોરી ટૂંકાવી છે  આ પગલું તેને કયા કારણોસરભર્યુ તે રહસ્ય હજી અકબંધ છે. પોલીસે આ રહસ્યમય અપમૃત્યુના અંકોડા મેળવવા માટે તપાસ હાથ ધરીછે.

 આ અંગેની મળતી વિગત મુજબ શહેરના ગોત્રી ગાયત્રી સ્કૂલની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના એફ ટાવરમાં 12મા માળે રહેતી જીગ્નાશાબેન રોહિતના લગ્ન ચાર વર્ષ અગાઉ પ્રકાશભાઇ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન જીગ્નાશાબેન એક બાળકને જન્મ આપ્યો હતો. પ્રકાશભાઇ હેર કટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

 આજે બપોરે સવા કલાકે એપાર્ટમેન્ટના ૧૩મા માળે અગાશી ઉપર ગઇ હતી. આ અગાઉ તે પોતાના અઢી વર્ષના બાળકને સાસુ-સસરાને સોંપીને ગઇ હતી. અગાશી ઉપરથી તેને પડતુ મુકી દીધુ હતુ. જેના પગલે અવાજ આવતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો દોડી આવ્યા હતા

(8:51 pm IST)