Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

DPS ઈસ્ટ વિવાદનો પડઘો : હવે રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજોની કરાશે ચકાસણી

CBSE સ્કૂલોની યાદી તૈયાર કરવાના આદેશ : સમગ્ર ચકાસણી પ્રક્રિયાનું મોનિટરિંગ થશે

અમદાવાદઃ અમદાવાદના હાથીજણની DPS ઈસ્ટ સ્કૂલ દ્વારા બોગસ દસ્તાવેજો રજુ કરીને સીબીએસઈ અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડી બાદ  શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 500થી વધુ CBSE માન્યતા પ્રાપ્ત સ્કૂલોનાં દસ્તાવેજોની ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં સ્કૂલોને સ્વૈચ્છિક રીતે શિક્ષણ વિભાગ સમક્ષ દસ્તાવેજો રજુ કરવાની તક આપવામાં આવશે. ત્યાર પછી જિલ્લા તંત્ર દ્વારા સીબીએસઈ સ્કૂલોનાં દસ્તાવેજોની ચકાસણીનું કાર્ય હાથ ધરવામાં આવશે.

  ગાંધીનગરના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા તંત્રને તેમના ત્યાં ચાલતી CBSE સ્કૂલોની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના માટે એક સંપૂર્ણ ચેકલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ આ સમગ્ર ચકાસણી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે. જે શાળાઓ પાસે પુરતા દસ્તાવેજ નહીં હોય તેમની સામે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે.

(6:43 pm IST)