Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

રીલાયન્શ ફાઉન્ડેશનની દ્વારા નાયતવાડા ગામે યોજાઇ રાત્રી સભા

ગામનો સર્વાગી વિકાસ થાય તે માટે ગામના લોકો સાથે સીધો સંવાદ

રાધનપુરના નાયતવાડા ગામે ગામવિકાસના મુદ્દે ચર્ચા કરવા માટે રાત્રીસભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્ર્મની શરૂઆતમા હાજર રહેલ અધિકારીઓનું સ્વાગત કરી રાત્રી સભાના હેતુની સ્પષ્ટતા ગામના અગ્રણી લાખાભાઇ દ્વારા કરવામા આવી હતી . રીલાયન્શ ફાઉન્ડેશનની ટીમદ્વારા રીલાયન્શ ફાઉન્ડેશનનો  પરીચય અને નાયતવાડા ગામમા બનાવેલ ગામ વિકાસ આયોજનની પ્રક્રિયાથી માહિતગાર કરવામા આવ્યા હતા ત્યારબાદ પ્રાંત કલેક્ટરએ ગામના લોકો કેવી પરિસ્થિતીમા જીવન ગુજારે છે તે જાણવા અને તેનો ઉકેલ લાવવાનો તથા  ગામનો સર્વાગી વિકાસ થાય તે માટે ગામના લોકો સાથે સીધો સંવાદ થાય તેની વાત કરી હતી

  . આ રાત્રીસભામા ગામના લોકોએ પ્રશ્નો ની રજૂઆત કરી તેમા ગામથી રાધનપુર વધુ અભ્યાસ માટે જતા વિધ્ધાર્થીઓમાટે સરકારી બસની વ્યવસ્થા કરવી, ગામની અંદર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાકરવી, પ્રાથમિક શાળાથી ગામના મુખ્ય ચોક સુધીનો પાકો રોડ બનાવવો,  ગામની વિધવા બેનોના અંત્યોદય કાર્ડ બનાવવા, માનપુરા કેનાલ થી ગામ તળાવ ભરવા માટે જે પાઇપલાઇન નુ કામ અધુરૂ છે તે પુરૂ કરાવવુ,પાક વિમાના ફોર્મ જે ભર્યા છે તે રાધનપુર ઓફિસે મળ્યા જ નથી તેની તપાસ કરાવવી વગેરે પ્રશ્નો નો સમાવેશ કર્યો હતો. તેમાથી  જે અત્યંત જરૂરી છે તેવા કામોના નિકાલ અંગેની બાંયધરી  આપવામાઆવીહતી

   .કાર્યક્રમમા પ્રાંત ના હસ્તે વય વંદના અને વિધવા સહાય મંજુરીના હુકમોનુ લાભાર્થીને વિતરણ કરી  હાજર રહેલ તમામલોકોનો અને અધિકારીઓનો આભાર માની રાત્રીસભાની પૂર્ણાહુતી કરી હતી. આ રાત્રી સભામા  રાધનપુર તાલુકાના પ્રાંત કલેક્ટર, મામલતદાર નાયબ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના અલગ અલગ વિભાગના અધિકારીઓ,રીલાયન્શ ફાઉન્ડેશનની ટીમ, ગામ પંચાયત સમિતીના સભ્યો અને ગામના લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

(5:39 pm IST)