Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ગુજરાતના 100 થી વધુ દિવ્યાંગ સ્વીમરોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો : રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્વિમરોએ ભાગ લીધો

અમદાવાદના એકલવ્ય સ્પોર્ટસ સંકુલ માં ગુજરાતના 100 થી વધુ દિવ્યાંગ સ્વિમર માટેના રાજ્યકક્ષા ના સ્પેશિયલ ખેલ મહાકુંભની સ્પર્ધા યોજવામાં આવી હતી, આ સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ ચૂકેલા અને વિજેતા બનેલા સ્પર્ધકો એ પણ ભાગ લીધો હતો,

     ગુજરાત સરકારના રમત ગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, અને ધી સોસાયટી ફોર ફિઝિકલી હેનડીકેપડ અમદાવાદ દ્વારા યોજવામાં આવેલી આ સ્પેશિયલ ખેલ મહાકુંભ ના ઉદઘાટન સમારોહમાં ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી, સ્વિમિંગ ફેડરેશનના સેક્રેટરી કમલેશભાઈ નાણાવટી, સુગમ્ય ભારત અભિયાનની ગુજરાત ની સોશિયલ એમ્બેસેડર કલગી રાવલ, પ્રાંત અધિકારી જે. બી. દેસાઈ અને બોડકદેવ ના કોર્પોરેટર દીપ્તિ બેન અમરકોટિયા, એ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવી હતી,

(5:18 pm IST)