Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ચોરીનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં : પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું: FSLનો ખુલાસો

ગાંધીનગર :બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે રચાયેલી SIT મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. ત્યારે ગઈકાલે સીટની મળેલી આ બેઠકમાં FSLના નિષ્ણાતો પણ હાજર રહ્યા. જેના રિપોર્ટ મુજબ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. સાથે જ પેપર લીક થયું હોવાના મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવાનો મત વ્યક્ત થયો છે. SITની ટીમ આવતીકાલે મુખ્યમંત્રીને આ રિપોર્ટ સોંપે તેવી સંભાવના છે. રિપોર્ટ મળ્યા પછી જ સીએમ રૂપાણી રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેશે. જોકે બેઠક પછી સીટના વડા કમલ દયાનીએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે અને માત્ર એટલુ જ જણાવ્યુ છે કે પરીક્ષા સંદર્ભે તપાસ ચાલુ છે.

એફએસએલનો શું રિપોર્ટ આવ્યો તે મીડિયાને જણાવવાના બદલે અધ્યક્ષ મીડિયાથી ભાગતા જોવા મળ્યા હતા. સીટના વડા આઇ..એસ કમલ દયાનીએ મીડિયાને માત્ર એટલું જ કહ્યું હતું કે, બિનસચિવાલય પરીક્ષા સંદર્ભે તપાસ ચાલુ છે. દસ દિવસ આવતા સપ્તાહમાં પૂરા થાય છે અને સીટ રિપોર્ટ આપશે. અત્યારે કશું પણ કહેવું વહેલું છે. SITની બેઠક પહેલા પણ મીડિયાથી ભાગ્યા હતા. આવતા સપ્તાહમાં રિપોર્ટ SIT સબમિટ કરાશે. હજુ SITની તાપસ ચાલુ છે.

(1:37 pm IST)