Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ભારતના યુવાનો મનથી મજબૂત અને શરીરે કસાયેલા હોવા જોઇએ. મેદાનને મંદિર અને રમતને અમે પૂજા માનીએ છીએ: માધવપ્રિયદાસજી સ્વામી SGVP ગુરુકુલમાં યોજાયેલ સહજાનંદ વિન્ટર કપ -૬ અને SGVP ટ્રોફિ ઓલ ઇન્ડીયા સ્કુલ ક્રિકેટ

ટુર્નામેન્ટ-૯ (અન્ડર ૧૭)ના વિજેતા ટીમોને ટ્રોફિ અને રોકડ પુરસ્કાર અેનાયત

અમદાવાદ તા.5: SGVP સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા આયોજિત SGVP ટ્રોફિ- - ઓલ ઇન્ડીયા સ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટ (અન્ડર૧૭) તેમજ સહજાનંદ વિન્ટર કપ -૬ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી.

જેમાં SGVP ટ્રોફિ -, ઓલ ઇન્ડીયા સ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટ (અન્ડર૧૭) માં અમદાવાદ, રાજકોટ, દિલ્હી, ભાવનગર વગેરેથી ૨૪ ક્રિકેટ ટીમોએ લેધર બોલમાં ભાગ લીધેલ. જ્યારે સહજાનંદ વિન્ટર કપ-૬ ટુર્નામેેેેન્ટમાં ૪૮ ટીમોએ ભાગ લીધેલ.

    SGVP ટ્રોફિ -, ઓલ ઇન્ડીયા સ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટ (અન્ડર૧૭) માં વિક્ટર ક્રિકેટ એકેડેમી-ગાંધીનગર પ્રથમ વિજેતા અને રાજકોટ  રુરલ ડિસ્ટીક્ટ કિકેટ ગોંડલ રનર્સ અપ થયેલ છે.

    શા.માધવપ્રિયદાજી સ્વામી, અમદાવાદ રુરલ એસ.પી.રાજેન્દ્ર અસારી તથા પુર્વ સૌરા્ષ્ટ્ર્ રણજી કપ્તાન બિમલ જાડેજા ના હસ્તે SGVP ટ્રોફિ -૯ના પ્રથમ વિજેતા  વિક્ટર ક્રિકેટ ટીમ ગાંધીનગરને રુ,૧૫૦૦૦  અને રનર્સ અપ ક્રિકેટ ટીમરાજકોટ રુરલ ડીસ્ટીક એસોસિયેશન ગોંડલને રુ.૧૦૦૦૦ દસ હજાર  રોકડ પુરસ્કાર રોકડ પુરસ્કાર  ટ્રોફિ,સર્ટી અને મેડલ  અર્પણ કરવામાં આવેલ.

    જ્યારે સહજાનંદ વિન્ટર કપ -૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પૂર્ણા ક્રિકેટ ટીમ આણંદ પ્રથમ નંબરે આવતા રુ.૭૧૦૦૦ અને રનર્સ અપ ટીમ શ્રી ઇલેવન અમદાવાદને ૪૧૦૦૦ રોકડ પુરસ્કાર રોકડ પુરસ્કાર ટ્રોફિ, સર્ટી અને મેડલ  અર્પણ કરવામાં આવેલ.

    આ પ્રસંગે ગુરુુકુલના અધ્યક્ષ શ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે ભારતના યુવાનો મનથી મજબૂત અને શરીરે કસાયેલા હોવા જોઇએ. મેદાનને મંદિર અને રમતને અમે પૂજા માનીએ છીએ. તમો જ્યારે રમો છો ત્યારે અમને એમ થાય છે કે તમો ભારત માતાની આરાધના કરો છો. આપણાં મહા પુરુષોએ પણ શરીરની ઉપેક્ષા કરી નથી પરંતુ શરીરને સમાજ અને દેશની સેવા માટે શ્રેષ્ઠ સાધન માન્યું છે.

    સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રી કુંજવિહારીદાસજી સ્વામી, રેક્ટર શ્રી જાલમસિંહજી, ભરતભાઇ પટેલ, ઘનશ્યામભાઇ સુવા અને કલ્પેશભાઇ પટેલે સંભાળેલ

(1:11 pm IST)