Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

અમદાવાદના ધોડાસરમાં BRTS બસના રૂટ પર બસની ટક્કરે એક્ટિવાચાલક યુવાનનું કરૂણમોત

બસે ઠોકરે ચડાવતા ચાલક ફંગોળાઈને સામેની બાજુ પટકાતા એક કારની સાથે અથડાતા મોત

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ગતરાત્રીના બીઆરટીએસ બસના રૂટમાં  બસે એક એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘવાયા હતા જેમાં તેમનું મોત નિપજ્યું છે. પોલીસે આ ઘટનામાં બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાન જયગકુમાર ચૌહાણ એક્ટિવા લીઈને બીઆરટીએસ બસના રૂટમાં ચલાવી રહ્યા હતં પરંતુ તે વખતે એક બસ ચાલકે તેમને ટક્કર મારી હતી. બીઆરટીએસ બસે એક્ટીવાને ટક્કર મારી તો તે વ્યક્તિ ફંગોળાઈને સામેની બાજુમાં પટકાયો હતો. જેમાં સામેથી એક ફોર વ્હીલર કાર આવી રહી હતી તેની સાથે તે ભટકાતા તેનું મોત થયું હતું. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(6:36 pm IST)