Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ સ્કૂલના બદલે પહોંચી પોલીસ સ્ટેશને: ડ્રાઈવર નશામાં ધૂત હતો : ધરપકડ

અકસ્માત સર્જવાના મૂડમાં હોય તેમ ડ્રાઈવ કરતા એક કાર ચાલકે અટકાવ્યો અને પીધેલો જણાતા પોલીસને સોંપ્યો

સુરતમાં એક સ્કૂલબસના ડ્રાઈવર બાળકોના જીવને જોખમમાં મૂકીને ચિક્કાર દારૂ પીને સ્કુલ બસ ચલાવતા પોલીસ દ્વારા ડ્રાઇવરની ધરપકડ કરાઇ છે. સુરતની રેયાન ઇન્ટરનેશનલ સ્કુલ બસના ડ્રાઇવરની આ કરતૂતથી આ સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થઇ ગયા છે.

   જાણવા મળતી વિગત મુજબ સુરતની રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલની બસ સ્કુલને બદલે સીધી જ ખટોદરા પોલીસ સ્ટેશન હતી આ સ્કુલબસના ડ્રાઇવરની ઘોર બેદરકારી.દારૂ પીને બસ ચલાવતા આ ડ્રાઇવરે સવારથી જ જાણે અકસ્માત સર્જવાનો મૂડ બનાવ્યો હોય તેવી રીતે બસને ડ્રાઇવ કરી. જેમાં એક કાર ચાલકને ગુસ્સો આવતા તેણે બસને અટકાવી ત્યારે ડ્રાઇવર પીધેલી હાલતમાં જણાતા પોલીસને જાણ કરાતા પોલીસે ડ્રાઇવરની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:19 am IST)