Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

છ વર્ષના માસુમ બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બદલ યુવકને અમદાવાદ સેસન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી

વર્ષ ૨૦૧૭માં વિનોદે છ વર્ષના બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

અમદાવાદની સેસન્સ કોર્ટે આરોપી વિનોદ ઠાકોરને સગીર સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બદલ સાત વર્ષની સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૭માં વિનોદે છ વર્ષના બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે મામલે રામોલ પોલીસે આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી

  સરકારી વકીલએ મહત્વના દસ્તાવેજી પુરાવા અને કેસની સાથે જોડાયેલા સાક્ષીઓની જુબાનીને કોર્ટમાં રજૂ કરી હતી. સેસન્સ જજ એન પી સૈયેદએ સરકારી વકીલના પક્ષ તરફથી રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને માન્ય રાખીને સાત વર્ષની સજા ફટકારી હતી.

(9:56 pm IST)