Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પેટલાદ તાલુકાના સંજાયામાં બે પરિવારો બાખડ્યા: સામસામે મારામારીમાં બેને ગંભીર ઇજા

પેટલાદ:તાલુકાના સંજાયા ગામે ઘરની પાછળ ઉલટીઓ કરવા બાબતે બે તળપદા પરિવારો વચ્ચે ઝઘડો થતાં બેને ધારીયું મારીને ઈજાઓ પહોંચાડવામા આવતાં અંગે મહેળાવ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
સંજાયા ગામના વાઘરીવાસમાં રહેતા ચીમનભાઈ ચતુરભાઈ તળપદાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓએ નજીકમાં રહેતા હર્ષદભાઈ દેસાઈભાઈ તળપદાને જણાવ્યું હતુ કે, તારા ઘરે આવેલ શખ્સે મારા ઘર પાછળ ઉલટીઓ કરેલ છે જે તુ સાફ કરી દે તેમ કહેતા હર્ષદભાઈએ ગમે તેવી ગાળો બોલીને તેના હાથમાનું ધારીયું માથામાં ડાબી બાજુ કાન ઉપર મારી દીધું હતુ જ્યારે દેસાઈભાઈએ પોતાના હાથમાની લાકડીથી ચીમનભાઈને બરડાની બાજુએ મારી દીધી હતી. શાંતાબેન વચ્ચે પડતાં તેમને પણ લાકડીથી માર માર્યો હતો.
જ્યારે સામા પક્ષે હર્ષદભાઈ ચીમનભાઈ તળપદાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ચીમનભાઈએ તેના ઘરની પાછળ કોઈએ કરેલી ઉલટીઓ સાફ કરવાનું કહેતા, મારા ઘરે કોઈ આવ્યુ નથી અને મને કેમ સાફ કરવાનુ ંજણાવે છે. તેમ જણાવતાં ચીમનભાઈ ચતુરભાઈ તળપદા વાઘરી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને ધારીયું માથામા ંકપાળ ઉપર મારી દીધું હતુ. જ્યારે ગંગાબેેને દેસાઈભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો.

 

(5:54 pm IST)