Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

નડિયાદના કણજરીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:43 હજારની રોકડ સાથે 6ની ધરપકડ

નડિયાદ:તાલુકાના કણજરી ગામના સ્વામિનારાયણ ધર્મશાળાની બાજુમાં ચાલી રહેલા જુગારધામ પર ગાંધીનગર વિઝિલન્સ સ્ક્વોર્ડે છાપો મારીને જુગારીઓને રૂપિયા ૪૯૦૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ગાંધીનગર વિઝિલન્સ સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, કણજરી ગામે મોટાપાયે જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે જેથી દરોડો પાડતાં જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતાં પ્રતાપસિંહ ભૂપતસિંહ રાજ, રમેશભાઈ રાજુભાઈ પરમાર, વિનુભાઈ પ્રેમસિંહ રાજ, અજિતસિંહ પ્રતાપસિંહ રાજ, રામકુમાર ઓમપ્રકાશ પંડિત અને મનિષકુમાર વિઠ્ઠલભાઈ રાવળ (તમામ રે. કણજરી તા. નડિયાદ)ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂા. ૪૩,૫૭૦ તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ૪૯૦૭૦નો મુદ્દામાલ જપ્ત કરી ચકલાસી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:53 pm IST)