Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અમદાવાદ આર.આર.સેલે સાંજના સુમારે તારાપુર ચોકડીએથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ:રેન્જના આરઆર સેલ દ્વારા આજે સાંજના સુમારે તારાપુર ચોકડીથી એક કારનો પીછો કરીને ખાનપુર પાટીયા પાસે ઝડપી પાડીને તેમાંથી ગુપ્ત ખાનુ બનાવીને લઈ જવાતો ૭૨ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહેલી આરઆર સેલની ટીમને હકિકત મળી હતી કે, એક કારમાં ગુપ્ત ખાનુ બનાવીને વિદેશી દારૂનો જથ્થો વાયા તારાપુર ચોકડી થઈને જુનાગઢ તરફ લઈ જવામાં આવનાર છે. જેથી પોલીસની ટીમ તારાપુર ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન એક હોન્ડા અમેજ કાર નંબર જીજે-૧૧, બીએચ-૭૭૮૩ની આવી ચઢતાં પોલીસે શંકાને આધારે તેને અટકાવવાનો ઈશારો કરતાં કારના ચાલકે કારને ભગાડી મુકી હતી જેથી પોલીસે પીછો પકડીને કારને ખાનપુર દરગાહા પાસે આંતરીને ઝડપી પાડી હતી અને કારની તલાશી લેતાં કારની નીચેના ભાગે પેટ્રોલની ટાંકીમાં ગુપ્ત ખાનું બનાવીને લઈ જવાતો ૭૨ બોટલ વિદેશી દારૂ કે જેની કિંમત ૧૧૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો.
પોલીસે કાર ચાલક મનસુખભાઈ મંગાભાઈ ડોડીયા (રે. આંબેડકરનગર, જુનાગઢ)તથા સીકન્દરભાઈ યાકુતભાઈ સૈયદ (રે. જુનાગઢ)ને ઝડપી પાડીને બે મોબાઈ તથા કાર સાથે કુલ ૩.૭૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:50 pm IST)