Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મહેમદાવાદમાં ચોર ટોળકી સક્રિય: બંધ મકાનને નિશાન બનાવી 45 હજારની મતાની ઉઠાંતરી કરી

મહેમદાવાદ:માં છેલ્લાં કેટલાક દિવસોથી ચોર ટોળકી સક્રિય બની ચોરીને અંજામ આપી રહી છે. જેને લઈ ગામના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીના બંધ મકાનો, શાળાઓ તેમજ દુકાનોમાં રોકડા રૂપિયા તેમજ કંીંમતી ચીજવસ્તુઓની ચોરી થવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે મહેમદાવાદની એક સોસાયટીમાંના બંધ મકાનમાંથી ચોરી થઈ હોવાની વધુ એક ફરીયાદ ગતરોજ પોલીસ ચોપડે નોંધાઈ છે.
અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં સેવાદળ સર્કલ પાસે આવેલ નજમા પાર્ક સોસાયટીમાં મકાન નં ૧૭/માં રહેતાં ઈમ્તિયાઝખાન બાબુભાઈ મન્સુરી ગત તારીખ ડિસેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે કોઈ કારણોસર બહાર ગયાં હતાં. તે દરમિયાન તારીખ ડિસેમ્બરના રોજ મોડી સાંજથી લઈ તારીખ ૧૧ ડિસેમ્બરના રોજ સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે તકનો લાભ લઈ ઈમ્તિયાઝખાન મન્સુરીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને બંધ મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યાં હતાં. ઘરની તિજોરીમાં મુકેલ રૂ.હજારની કિંમતના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૧૫ હજારની ચોરી કરી હતી.
ઉપરાંત સોસાયટીમાં આવેલ અન્ય મકાનોમાં પણ તસ્કરો ત્રાટક્યાં હતાં. જ્યાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.૩૦ હજારની ચોરી કરી હતી. ત્યારબાદ નજીકમાં આવેલ એક શાળામાં પણ ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે શાળામાં ચોરી કરવામાં તેઓને નિષ્ફળતા મળી હતી. ઈમ્તિયાઝખાન બાબુભાઈ મન્સુરીના મકાનમાંથી ૧૫ હજાર તેમજ સોસાયટીના અન્ય મકાનોમાંથી રૂ.૩૦ હજાર મળી કુલ રૂ.૪૫ હજારની ચોરી થતાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:50 pm IST)