Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મહેમદાવાદ તાલુકામાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવો: ચાર ગંભીર રીતે ઘવાયા

મહુધા: તાલુકાના ઉંદરા તાબે આવેલ લહેરીપુરા ગામમાં રહેતાં મોહનભાઈ સાભયભાઈ ચૌહાણ ગતરોજ તેમના મિત્ર સાથે મોટરસાઈકલ નં જીજે ૦૭ બીકે ૫૭૦૨ પર સવાર થઈ સલાણી ગામની સીમમાં આવેલ લુણી નદી નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ મોટરસાઈકલ નં જીજે ૨૭ એએસ ૫૯૯૫ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં બંને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોહનભાઈ તેમજ તેમના મિત્ર ને ઈજા થતાં તેઓએ મહુધા પોલીસ મથકમાં મોટરસાઈકલ નં જીજે ૨૭ એએસ ૫૯૯૫ ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. 

અકસ્માતનો બીજો બનાવ વડતાલ ખાતે બન્યો હતો. જેમાં પેટલાદ તાલુકાના પાડગોલમાં રહેતાં સૌરભભાઈ મનુભાઈ સોલંકી ગુરૂવારના રોજ નડિયાદ તાલુકાના વડતાલમાં આવેલ જોગણી માતાના મંદિર નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક છોટા હાથી ટેમ્પી નં જીજે ૧૮ એટી ૨૨૭૪ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં સૌરભભાઈના મોટરસાઈકલ નં જીજે ૨૩ બીએફ ૬૨૫૨ સાથે પાછળથી ટકરાઈ હતી. અકસ્માતને પગલે સૌરભભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ ગયાં હોવાથી તેઓને ઈજા થઈ હતી.

 

(6:08 pm IST)