Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ડેક્કન હેલ્થકેરનો બીએસઇ એસએમઇ આઇપીઓ ૧૮મીએ ખુલશેે

 અમદાવાદ તા ૧૫ : ડેક્કન હેલ્થકેર લિમીટેડજે વ્યાપક શ્રેણીમાં સ્વાસ્ગફલક્ષી ઉત્પાદનોના વિકાસ અને માર્કેટીંગ મા઼ પ્રવૃત છે અને જેમાં ન્યુટ્રાસ્યુકિલ અને આર્યુવેદ ઉત્પાદનો સામેલ છે. એનું બીએસઇ એસએમઇ માટેનું પ્રારંભિક જાહેર ભરણુ લાવશે. (ભરણું અથવા આઇપીઓ) જે ૧૮ ડિસેમ્બર ના રોજ ખુલશે અને તા. ૨૦ ના બંધ થશે. જેમાં કંપનીના રૂા ૧૦ ની મુળ કિંમતના પ્રત્યેક (ઇકવીટી શેર) માટે પ્રાઇસ બેન્ડ રૂ ૯૫ થી રૂ ૧૦૦ રહેશે. રૂા ૧૦ ની મુળ કિંમતના ૪૨,૧૨,૦૦૦ ઇકવિટી શેરનારૂા ૪,૨૧૨.૦૦ લાખ એકત્રિત કરનારા આ પ્રારંભિક જાહેર ભરણા (ઓફર)ં દ્વારા રૂ ૨,૨૧૨.૦૦લાખ એત્રિત કરનારા ૨૨,૧૨,૦૦૦ (ફ્રેશ ઇસ્યુ) હિતેશ પટેલ (જેમને પ્રમોટરસેલિંગ શેર હોલ્ડરમાં આવ્યા છે) દ્વારા ૧૪,૦૦,૦૦૦ ઇકવીટી શેર્સની ઓફર ફોર સેલ,મીનાક્ષી ગુપ્તા (જેમને ''સેલિંગ શેર હોલ્ડર'' સંબોધવામાં આવ્યા છે) ના ૬,૦૦,૦૦૦ ઇકવીટી શેસ સામેલ છે.

જે સંયુકત પણે સેલને શેર ઓલ્ડર્સીની ૨૦,૦૦,૦૦૦ ઇકવીટી શેર્સ (ઓફર ફોર  સેલ) છે અને તે ફ્રેશ ઇસ્યુ  (ઓફર્સ) સાથે સામેલ છે. ઓફરમાંરૂ ૧૦ ની મુળ કિંમતના ૨,૧૧,૨૦૦ ઇકવીટી શેર્સ જે રૂ ૨૧૧.૨૦ લાખ એકત્રિત કરશે. તે ઓફરના માર્કેટ મેકર્સ માટે અનામત (માર્કેટ મેકર અનામત હિસ્સો) રાખવામાં આવ્યા છે. માર્કેટ મેકર અનામત હિસ્સાને બાદ કર્યા પછીની ઓફર એટલે કે રૂ.૧૦ ની મુળકિંમતના ૪૦,૦૦,૮૦૦ ઇકવીટી શેર્સ જે રૂ. ૪,૦૦૦.૮૦ લાખ એકત્રિત કરશે તેને  હવે પછી '' નેટ ઓફર'' સંબોધવામાં આવી છે. (૩.૧૪)

(3:37 pm IST)