Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

નવું ગતકડું :હવે દારૂની પરમીટ લેવા માટે ધર્મ જણાવવો પડશે

મહિને 25 હજાર કમાતો જરૂરી :ઇન્કમટેક્સ રિટર્ન રજૂ કરવું પડશે :જમીનના પુરાવા રજૂ કરવા અનિવાર્ય

 

અમદાવાદ :રાજ્યમાં દારૂબંધી છે,પરંતુ જે લોકો પરમીટ ઉપર પીવે છે તેમના માટે એક નવું ગતકડું સરકારે ઉમેર્યું છે ! હવેથી પરવાનગી લેવા ઇચ્છુક વ્યક્તિ ક્યા ધર્મનો છે તેની પણ જાણકારી તેણે સરકારને આપવી પડશે

  રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં રહેતા 70 હજાર વ્યક્તિઓ પાસે હેલ્થ પરમીટ છે. જેનો અર્થ તેઓ બીમાર છે. બીમાર ગુજરાતીઓને સરકારી ડોક્ટરે નક્કી કર્યા પ્રમાણે સરકાર માન્ય દુકાનમાંથી દારૂ મળતો હતો

આમ તો દારૂ પીનારી વ્યક્તિ ક્યો ધર્મ પાળે છે તેનો બાબત સાથે સીધો કોઈ સંબંધ નથી આમ છતાં પરમીટ ધારકનો ધર્મ હવે રાજ્ય સરકાર જાણવા માગે છે

  પરમીટના નિયમ પ્રમાણે જેમને પરમીટ જોઈએ તેઓ માસિક 25 હજાર કમાતો હોવો જોઈએ અને તેના પુરાવા રૂપે તેને ઈન્કમટેક્સ રિટર્ન પણ રજુ કરવુ પડે છે અથવા તેની પાસે પાંચ વીધા જમીન હોય તો તેનો પુરાવો પણ રજુ કરવો પડે છે. આમ નિયમ પ્રમાણે ગુજરાત સરકારે કોઈ ગરીબને દારૂ પીવાનો કાયદેસર પરવાનો આપવા માગતી નથી. હવે વગદાર અને શ્રીમંત પરવાના ધારક ક્યા ધર્મનો છે તેની પણ જાણકારી તેને આપવી પડશે.

(12:46 am IST)