Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અધિકારીઓએ કામ કરવું પડશે અનેધારાસભ્યોના ફોન પણ ઉપાડવા પડશે: સી.આર.પાટીલની ટકોર

મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી છે કે, તમામ ધારાસભ્યોના નંબર તમારા મોબાઇલમાં સેવ હોવા જોઇએ

લાઠીમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ એક કાર્યક્રમના સંબોધન દરમિયાન અધિકારીઓને કડક અંદાજમાં ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, અધિકારીઓએ કામ કરવું પડશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ ઉપાડવા પડશે.

 સી.આર પાટીલે સરકારી અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી છે કે, તમામ ધારાસભ્યોના નંબર તમારા મોબાઇલમાં સેવ હોવા જોઇએ. કોઇ પણ ધારાસભ્ય ફોન કરે તો ફોનનો જવાબ આપો. ગઇકાલે મુખ્યમંત્રીને ફરી એકવાર વિનંતી કરી છે કે, સાહેબ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકાઓમાં પણ અધિકારીઓએ ચૂંટાયેલા પદાધિકારીઓના ફોનનો જવાબ નથી આપતા. પરંતુ હવે અધિકારીઓએ કામ કરવું પડશે

(1:15 am IST)