Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અમદાવાદમાં નોન વેજ અને ઈંડાની લારી હટાવવાના નિર્ણયને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વખોડ્યો

ઈમરાન ખેડાવાલાએ કહ્યું -ધાર્મિક સ્થળો બહારથી ઈંડાની લારી દૂર કરવી જોઇએ પરંતુ કોઈપણ સ્થળે ઈંડાની લારી દૂર કરવી એ ગરીબ લોકોને હેરાન કરવાની બાબત

અમદાવાદમાં જાહેર સ્થળો પરથી નોન વેજ અને ઈંડાની લારીઓ દૂર કરવાના નિર્ણયને લઇને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું છે કે ધાર્મિક સ્થળો બહારથી ઈંડાની લારી દૂર કરવી જોઇએ તેમાં કોઇ બેમત નથી. આ ઉપરાંત હાલ કોરોના કાળ બાદ લોકો લારી લઇને ધંધો કરી રહ્યા છે.ત્યારે કોઇ પણ સ્થળે ઈંડાની લારી દૂર કરવાની બાબત ગરીબ લોકોને હેરાન કરવાની બાબત છે.

તેમજ વર્ષ 2022 ના ઇલેક્શનમાં ભાજપ પાસે કોઇ મુદ્દો નથી. તેમજ ગરીબ અને લારી ગલ્લાવાળા લોકોને હેરાન કરવાની વાત છે.

આ ઉપરાંત ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે જો જાહેર રોડ પરથી દબાણ દૂર કરવાની વાત છે તો વેજ અને નોન વેજ બંને પ્રકારની લારીઓ દૂર થવી જોઇએ, જો કે હાલ માત્ર નોન વેજ અને ઈંડાના લારીની વાત થાય છે જે યોગ્ય નથી. આ ઉપરાંત માત્ર એક જ રોજગાર સાથે સંકળાયેલા લોકોને હેરાન કરવાની ભાજપની ચાલ છે.

(12:18 am IST)