Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગુજરાત પોલીસની કાર્યવાહીથી ડ્રગ્સ વેચનારા અને લેનારામાં ભય ઉભો થયો : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

દેવભૂમિદ્વારકામાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી શહઝાદનું નામ લઇને કહ્યુ કે, શહેઝાદ મહારાષ્ટ્રમાં શાકભાજીની લારીની આડમાં ડ્રગ્સ વેચતો હતો.

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેવભૂમિદ્વારકામાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી શહઝાદનું નામ લઇને પણ મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યુ કે, શહેઝાદ મહારાષ્ટ્રમાં શાકભાજીની લારીની આડમાં ડ્રગ્સ વેચતો હતો.આવા આરોપીને મહારાષ્ટ્રની સરકારે પકડવાને બદલે ગુજરાત પોલીસે મોટા રેકેટમાં પકડ્યો છે .શહેઝાદનો ઇતિહાસ પણ ખરડાયેલો છે. હત્યા અને નકલી નોટો છાપવાના કેસમાં પણ કે જેલ જઇ ચુક્યો છે

 ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું કહેવું છે કે, રાજ્યમાં ડ્રગ્સના કારોબારનો સંપૂર્ણ નાશ થયો નથી.હજી ડ્રગ્સ સામેનું આ ઓપરેશન ચાલુ જ રહેશે.એટલું જ નહિં આ ઓપરેશન વધુ તેજ કરવામાં આવશે. હર્ષ સંઘવીએ રાજ્યના માતા-પિતાને પણ અપીલ કરી છે કે, જો તમારો દીકરો કે દીકરી ડ્રગ્સના રવાડે ચઢે તો પોલીસનો સંપર્ક જરૂર કરે.એટલું જ નહિં આસપાસ કોઇપણ પ્રકારનું ડ્રગ્સ વેચાતું જણાય તો પણ તંત્રને જાણ કરવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અપીલ કરી છે.

ડ્રગ્સના ગુજરાત કનેક્શન અંગે નવાબ મલિકે કરેલી ટીપ્પણીનો પણ હર્ષ સંઘવીએ આકરા શબ્દોમાં વળતા પ્રહાર કર્યા…તેમણે કહ્યુ કે નવાબ મલિકે કોણ છે? જે ગુજરાતની બદનામી કરે? તેમણે વધુમાં ક્હ્યુ કે, જે નવાબ મલિકનો ઇતિહાસ જ ખરડાયેલો છે તે આ પ્રકારની વાહિયાત વાતો કરે તો તેને જવાબ પણ ન આપવો જોઇએ.એટલું જ નહિં તેમણે કહ્યુ કે, ગુજરાત પોલીસની આ સફળતાને કેવી રીતે ઉંધી દિશામાં લઇ જવાય તે ગેંગના સભ્ય છે નવાબ મલિક.

(11:02 pm IST)