Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મહુપાડા ગામે આંકડા લખનાર શખ્સને સાગબારા પોલીસે 1,480 રૂપિયા સાથે ઝડપી ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા)નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મહુપાડા ગામમાં આંકડા લખતા એક શખ્સને સાગબારા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
  મળતી માહિતી મુજબ સાગબારા પોલીસ તારીખ 13 નવેમ્બરે સાંજે પેટ્રોલીંગ માં નીકળી હતી તે દરમિયાન  મહુપાડા ગામમાં આંકડા નો ધંધો કરતા નિતેશભાઇ મોતીરામભાઈ વસાવા (રહે.મહુપાડા ) એ જાહેરમાં વરલી મટકાના આંક ફરકના આંકડા પોતાના ફાયદા સારૂ લખી લખાવી લઈ રોકડા રૂપીયા ૧૪૮૦ સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે તેને પકડી ગુનો દાખલ કર્યો છે.

(10:46 pm IST)