Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

બિરસા મુંડાની 146મી જન્મ જયંતી નિમિત્તે રાજપીપળા ખાતે મહારેલી અને સંમેલન યોજાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ 15 નવેમ્બરે રાજપીપળા ખાતે બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્ત એક મહારેલી સાથે સંમેલન યોજાયું હતું.

બિરસા મુંડા આદિવાસી સમાજના એક એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી. ત્યારે બિરસા મુંડાની 146મી જન્મ જયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે મહારેલી અને સંમેલન યોજાયું હતું જનજાતિકલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ખાસ આજના આ દિવસ ને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાયો , જેમાં અતિથિ વિશેષ તરીકે અખિલભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ ના અધ્યક્ષ રામચંદ્ર ખરાડી તથા મુખ્ય વક્ત તરીકે બીજેપી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તથા સાંસદ મનસુખ ભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.પ્રારંભમાં કાર્યકર્તા ઓની જનમેદની દ્વારા ભીલરાજા ના સ્ટેચ્યુ ને નમન કરી ભવ્ય રેલી નું પ્રસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ તથા માજી મંત્રી શબ્દશરણ તડવી, મોતીલાલ વસાવા સહિત પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા એ પણ હાજરી આપી હતી.
આ કાર્યક્રમ માં સંબોધતા બીજેપી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે આ મહાસંમેલનને જનજાતીય દિવસ મહાસંમેલન નામ આપવામાં આવ્યું છે.અને "આજે ભારત પહેલી વખત જનજાતીય ગૌરવ દિવસ મનાવી રહ્યું છે."જે ભગવાન બિરસા મુંડા ને એક સાચી શ્રદ્ધાંજલિ છે ,સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી સાહેબના આ ઐતિહાસિક નિર્ણય ને કારણે આજે આ ભવ્ય ઉજવણી થઇ રહી છે અને આદિવાસીઓ સાંપ્રત સમયમાં ભગવાન બિરસા મુંડા ના જીવન માંથી પ્રેરણા લે એટલે આજના દિવસ ને ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે

(10:44 pm IST)