Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રિક્ષાઓ દોડતી દેખાઈ : આંદોલનમાં પણ બે ફાંટા !!

ઘણા માર્ગો પર રિક્ષાચાલકો ધંધો કરતા જોવાતા જે લોકો આ હડતાળમાં જોડાયા હતા તે તમામ લોકો દોડતી રિક્ષાને રોકી હડતાળમાં જોડાવવા માટે કહેતા દેખાયા

અમદાવાદ :રાજયમાં CNG ગેસના ભાવ વધારાના વિરોધમાં રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશન દ્વારા 15 અને 16 નવેમ્બરે હડતાળ પાળવા માટેની જાહેરાત કરી હતી. જો કે શહેરના ઘણા વિસ્તારોમાં આજે રિક્ષાઓ રાબેતા મુજબ દોડતી જોવા મળી હતી. બીજી તરફ જે રિક્ષાચાલક સંગઠનના પ્રતિનિધિઓ હડતાળની જાહેરાત કરી છે, તેઓ હડતાળને સફળ બનાવવા માટે કલેકટર કચેરી પાસે અવર-જવર કરતી રીક્ષાને રોકતા જોવા મળ્યા હતાં.

રાજયમાં પેટ્રોલ ડિઝલ બાદ સીએનજી ગેસમાં ભાવ વધારો થતા રિક્ષા ચાલકો સરકારે સામે લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. જેથી અમદાવાદ સહિત રાજયના ઘણા શહેરોમાં વિવિધ રિક્ષાચાલકોના એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત પણ કરી હતી. પરતું આજે શહેરના ઘણા માર્ગો પર રિક્ષાચાલકો ધંધો કરતા જોવા મળ્યા હતા. જેથી જે લોકો આ હડતાળમાં જોડાયા હતા તે તમામ લોકો દોડતી રિક્ષાને રોકી હડતાળમાં જોડાવવા માટે જણાવ્યું હતું.

રિક્ષાચાલક સમિતિની મુખ્ય માગ છે કે CNGના ભાવ ઘટાડવા આવે. બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો CNGના ભાવમા કેમ નહીં. રિક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે CNGમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી CNGના ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો CNGના ભાવમાં કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે.

(8:08 pm IST)