Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ભાદરવા પોલીસે ૫૬ લાખ રૂપિયાનો દારૂ પકડાયો:વીસ બાય વીસના ભોયરામાં 1150થી વધુ વિવિધ બનાવટની વિદેશી દારૂની પેટીઓ હાઉસ રેઇડમાં મળી આવી.

અકિલા સાથે વાતચીતમાં પીએસઆઈ બી.એન.ગોહિલે જણાવ્યું કે જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈની સૂચના હતી કે ઉદ્યોગિક વિસ્તારો ચેક કરવા જેથી તેના માર્ગદર્શનથી પોલીસ ટીમને સફળતા પ્રાપ્ત થઈ :૫૬ લાખ દારૂ કેમ પકડાયો: ગોડાઉન પતરા વાળું અને તેની અંદર કોલ્ડ સ્ટોરેજ હતું જ્યારે ફ્લોરિંગ ના ખાના માંથી દારૂ નીકળ્યો હતો અને અંદરથી ટાંકો પણ નીકળ્યો હતો જેમાં પણ દારૂ હતો જિલ્લા :વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરોને દિવસે તારા બતાવનાર પીએસઆઈ બી. એન. ગોહિલે ભાદરવા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પણ બુટલેગરોને દોડતો કરી દીધા

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના દૂષણ સામે જંગે ચડેલા પીએસઆઇ બી.એન ગોહિલ બરોડા ગ્રામ્ય વિસ્તારના ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બુટલેગરોને દોડતા કરી દીધા છે પીએસઆઇ બી.એન.ગોહિલે પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે લોકચાહના મેળવી હતી અને પારડી પોલીસ સ્ટેશનને નવું રંગરૂપ પણ આપ્યું હતું સામાન્ય લોકોના પ્રશ્નનું ઝડપી નિરાકરણ લાવવા માટે જાણીતા છે અને તે આ વિચાર સાથે આગળ રહ્યા છે
જયારે સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ પ્રાઈમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ભાદરવા પોલીસે બંધ કંપનીમાં દરોડો પાડીને આશરે ૫૬ લાખ ઉપરની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં પંથકમાં ચકચાર મચી છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી મંજુસર ખાતે આવેલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કેટલાક સમયથી શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી છે તેવી માહિતી ભાદરવા પીએસઆઇ બી. એન. ગોહિલને મળી હતી. જેથી પોલીસ મથકના જવાનો તેમજ ખાનગી બાતમીદારોને કામે લગાડયા હતા.દરમિયાન રાત્રિના સમયે પ્રાઈમ એસ્ટેટમાં એક બંધ ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ભાદરવા પોલીસે શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.અંદરના ભાગે બ્લુ સ્ટાર કંપનીનું કોલ્ડ સ્ટ્રોરેજનું લોક તોડી  અંદર પ્રવેશ કરી તપાસ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સાથે ગોડાઉનમાં આવેલ પીવીસી ની બનાવટની ઓફિસનું તાળું ખોલીને ચેક કરતાં ભાદરવા પોલીસ ચોંકી ગઈ હતી. ઓફિસની નીચે બનાવેલ આશરે વીસ બાય વીસના ભોયરામાં 1150થી વધુ વિવિધ બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.ભાદરવા પોલીસે ઝડપાયેલ સમગ્ર જથ્થાની ગણતરી કરીને તેમજ ગોડાઉનના માલિકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ભાદરવા પોલીસને જિલ્લામાં સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ ના કડક વલણથી બુટલેગરોનો સફાયો થશો તેમાં શંકાને સ્થાન નથી

   
(7:19 pm IST)