Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ડાકોર સ્થાનિક પોલીસે ટ્રાફિક સર્કલ નજીકથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ : ડાકોર સ્થાનિક પોલીસે શહેરના ટ્રાફીક સર્કલ પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે.આ બનાવમાં એક વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

ડાકોર સ્થાનિક પોલીસની ટીમ શહેરના ટ્રાફીક સર્કલ પાસે વાહન ચેકીંગ કરતા હતા.તે સમયે બાતમી મળી હતી કે એક સફેદ કલરની ગાડીમાં ચોરી છુપીથી વિદેશી દારૂ ડાકોરના ટ્રાફીક સર્કલ થઇને નિકળવાનો છે.જે અન્વયે પોલીસ ટીમે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યુ હતુ.તે સમયે બાતમી આધારિત ગાડી પસાર થતા તેને ઉભો રહેવા ઇશારો કર્યો હતો.પરંતુ ગાડીના ચાલકે ગાડી ડાકોર સર્કલ થી લાડવેલ રોડ તરફ હંકારી હતી.પોલીસ ટીમે ગાડીનો પીછો કરતા દારૂ ભરીને જતી ગાડીનુ આગળનુ ટાયર ફાટી જતા રોડની સાઇડમાં ગાડી ઉતરી ગઇ હતી.આબાદ પોલીસ ટીમે ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસ ટીમે વિદેશી દારૂ બોટલ નંગ-૨૯૮ કિ. રૂા. ૧, ૪૯, ૦૦૦, મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦,રોકડ રૂા.૫૯૦,ગાડી કિ.રૂા.૩,૫૦,૦૦૦ એમ મળી કુલ રૂા. ૫, ૦૦, ૦૯૦નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે પ્રવિણકુમાર કેશાજી રવજીજી ખેર રહે, ગોજારીયા પરામાં સરકારી દવાખાના પાછળ ગામ,ગોઝારીયા,જિ.,મહેસાણાની અટકાયત કરી તેના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:52 pm IST)