Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

નડિયાદના સેવાલિયા નજીક પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

નડિયાદ : સેવાલિયાના મહારાજના મૂવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી સ્થાનિક પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે.આ બનાવમાં  બે વ્યક્તિઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સેવાલિયા સ્થાનિક પોલીસની ટીમ મહારાજના મૂવાડા નવી ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી.તે સમયે ગોધરા તરફથી આવતી એક આઇશરને ચેક કરવામાં આવી હતી.જો કે પ્રથમ નજરે આઇશરમાં પગરખાના સોલ ભર્યા હતા.

આ બનાવ અંગે પોલીસ ટીમે  ભારતીય બનાવટનો  વિદેશી દારૂની બોટલ નંગ-૧,૭૨૮ કિ. રૂા. ૮, ૬૪, ૦૦૦, અન્ય વિદેશી દારૂની બોટલ નંગ-૪૬૮ કિ.રૂા.૨,૩૪,૦૦,અન્ય વિદેશી દારૂની બોટલ નંગ-૧,૭૭૬ કિ. રૂા. ૧,૭૭,૬૦૦, બીયર ટીન નંગ-૭૨૦ કિ. રૂા. ૭૨, ૦૦૦ પગરખાના સોલ ભરેલ  પુઠાના બોક્ષ નંગ-૪૦  કિ. રૂા. ૪૦૦૦ આઇશર કિ. રૂા. ૬, ૦૦, ૦૦૦ રોકડ રૂા. ૭૪૦, મોબાઇલ ફોન નંગ-૨ કિ. રૂા. ૪,૫૦૦, તાડપત્રી  દોરડુ  કિ. રૂા. ૧,૦૦૦ એમ મળી કુલ રૂા. ૧૯, ૫૭, ૮૪૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે સુમીતકુમાર ધરમવીર ચમાર અને શ્રી ભગવાન હોશીયારાજી ચમારની અટકાયત કરી તેમના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:51 pm IST)