Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ડાંગ પ્રાકૃતિક ખેતીવાળો પ્રથમ જીલ્લો બનશે : ૧૯મીએ જાહેરાત

રાજ્યપાલ દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, કૃષિમંત્રી રાઘવજીભાઇની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર,તા. ૧૫ : ડાંગ જીલ્લો રાજ્યનો પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ વાળો જીલ્લો બનશે. સંભવત ૧૯મીએ તેની જોહરાત થઇ શકે છે. ગુજરાતમાં બે લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા છે. જો ડાંગની વાત કરવામાં આવે તો છેલ્લા ૨-૩ વર્ષોથી ખેડૂતોને પ્રાકૃતિક ખેત માટે સતત પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે.

ડાંગ જીલ્લામાં હાલ ૧૨ હજારથી વધુ ખેડૂતો લગભગ ૫૭ હજાર હેકટર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ડાંગમાં ૧૯ નવેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રતજી તેની ઘોષણા કરી શકે છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પણ હાજર રહેશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતને લઇને ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. જે માટે તેઓ ખેડૂતો અને કૃષિ તજજ્ઞો સાથે બેઠકો કરે છે. રાઘવજીભાઇએ જણાવેલ કે રાજ્ય સરકાર ડાંગને પ્રાકૃતિક ખેતીવાળો જીલ્લો જાહેર કરવાને લઇને યોજના બનાવી રહી છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતી માટે દરેક ખેડૂતને પ્રતિ હેકટર ૧૦ હજારની સહાયતા અને વધુમાં વધુ બે લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

(2:56 pm IST)