Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પ્રાતીજમાં પુત્રએ કર્યો માતા-પિતા પર તીક્ષણ હથિયારથી હુમલો: માતાનું મોત :પિતા ગંભીર

બાપ-દીકરા વચ્ચે બોલાચાલી થતા દરમિયાનગિરી કરતી માતાને પુત્રના હાથમાં રહેલું તીક્ષ્ણ હથિયાર વાગતા ઘટના સ્થળે જ માતાનું મોત : હત્યા બાદ પુત્ર ફરાર

સાબરકાંઠામા પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થતા દરમિયાનગિરી કરી રહેલી માતાને પુત્રના હાથમાં રહેલું તીક્ષ્ણ હથિયાર વાગતા ઘટના સ્થળે જ માતાનું મોત નિપજ્યું હતું જ્યારે પિતા ગંભીર રીતે ઘવાતા તેઓને પ્રાંતિજની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. 

સાબરકાંઠાનાં પ્રાંતિજના જીંજવા ગામે ઘટેલી આ ઘટનામાં કોઈ અગમ્ય કારણોસર પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી. પુત્રના હાથમાં કોઈ તીક્ષ્ણ હથિયાર હતું. બાપ-દિકરા વચ્ચે ચાલી રહેલી બોલાચાલી દરમિયાન પિતા પર હુમલો કરવાની ફિરાકમાં રહેલા પુત્રએ,વચ્ચે પડેલી માતાને ઘા ઝીંકી દીધો.માતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.તો પિતા ગંભીર રીતે ઘવાયા છે. આ ઘટના બાદ,માતાનો હત્યારો પુત્ર લાપતા થઇ ગયો છે.અને પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને ફરાર યુવકને શોધવા કવાયત પણ હાથ ધરી છે.

(9:33 am IST)