Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કાંદરોજ નિકોલી ગામ વચ્ચે ટ્રેક્ટર પલટી ખવડાવી 6થી વધુને ઇજાઓ કરનાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના કાંદરોજ નિકોલી ગામની વચ્ચે પુરપાટ જઇ રહેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રોલીમાં બેઠેલા 6 થી વધુ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી.
મળતી માહિતી અનુસાર તારીખ 13 નવેમ્બરે સાંજે 6 વાગે ટ્રેકટર રજી.GJ-02-L-2616 નો ચાલક દિનેશભાઇ રમેશભાઇ વસાવા (રહે.નવારાજુવાડીયા તા.નાંદોદ) નાઓ પોતાના કબજામાંનું ટ્રકટર રોડની સાઇડમાં પલટી ખવડાવી ટ્રોલીંમાં બેસેલ (૧) ગંભીરભાઇ કાલીદાસ ભાઇ વસાવા (૨) બીજુબેન માધીયા ભાઇ વસાવા (૩) સનત ભાઇ ગોવિંદ ભાઇ વસાવા (૪) દેવીબેન તે બચુ ભાઇ હાજીભાઇ વસાવા (૫) રેવા બેન તે ગોવિંદભાઇ નરોત્તમ ભાઇ વસાવા (૬) બચીબેન તે ગંભીરભાઇ કાલીદાસ વસાવા (તમાંમ રહે.નવારાજુવાડીયા તા.નાંદોદ જી.નર્મદા)ને નાની મોટી ઇજાઓ પહોંચાડી તથા બીજા સાહેદોને પણ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી ગુનો કરી નાશી જતા આમલેથા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:51 pm IST)