Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કોઠારા ગામમાંથી એકજ રાતે 2 મોટરસાઇકલની ચોરી થતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કોઠારા ગામમાંથી એકજ રાત્રે બે બાઇકોની ચોરી થવા બાબતે બાઈક માલિકોએ ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કનુભાઇ મણીલાલભાઇ બારીયા( રહે, કોઠારા) નાઓની ફરિયાદ અનુસાર ગત તારીખ 30.10.21 ની રાતે 2થી4 વાગ્યા દરમ્યાન તેમની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ-22-D-1643  કિ.રૂા.૨૦,૦૦૦ તેમજ ગામના રાજેશભાઇ બચુભાઇ બારીયાનાઓની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-22-K-4177 ની કિ.રૂ. ૨૫,૦૦૦ મળી બન્ને મો.સા.ની.કિ.રૂ.૪૫,૦૦૦ મળી કુલ બે મો.સા.તેમના ઘરના આંગણામા પાર્ક કરેલ હતી જે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ એક જ સમયે એક જ જગ્યાએથી ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:49 pm IST)