Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સાસરિયાના ગામમાં ધારાસભ્યં ગેનીબહેન ઠાકોર ઘૂંઘટમાં ઉપસ્થિત મેદનીને સંબોધી

વાવના ધારાસભ્ય ગેની બહેન ઠાકોર સાસરાના ગામ એવા દિયોદર પંથકના કોતરવાડા ગયા હતા જ્યાં વડીલોની આમન્યા અને સામાજિક પ્રથાને અનુસરીને ગેની બહેને ઘૂંઘટમાં ઉદબોધન કર્યું

વાવના ધારાસભ્ય ગેની બહેન ઠાકોર પોતાના સાસરાના ગામ એવા દિયોદર પંથકના કોતરવાડા ગયા હતા. કોતરવાડા ગામમાં લાયબ્રેરીના ઉદ્ઘાટનના કાર્યક્રમ ઉપસ્થિત રહેલા ગેની બહેને ઘૂંઘટમાં રહીને ભાષણ આપ્યું હતું. સાસરાના ગામના વડીલોની આમન્યા અને સામાજિક પ્રથાને અનુસરીને ગેની બહેને છેવટ સુધી આ જ રીતે ઉદબોધન કર્યું હતું. 

પાશ્ચાત વાયરાની અસરમાં ઉડતા યૌવન અને ખાસ કરીને આજની યુવતી કે મહિલાઓએ ગેની બહેનમાંથી કઈક શીખવું જોઈએ અને વડિલો/સાસરાની મર્યાદા કેવી રીતે જાળવવી  જોઈએ તેની આ ઘટના જ્વલંત ઉદાહરણ છે

(9:46 pm IST)