Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

નવા રંગરૂપ સાથે કેવડિયાથી અમદાવાદ વચ્ચે સી પ્લેન સેવા ટૂંકસમયમાં શરૂ કરાશે :મંત્રી પૂર્ણેશ મોદી

સી પ્લેનની સેવાછેલ્લા 230 દિવસથી ઠપ્પ: કયારે શરૂ થશે આ બાબતે મૌન

અમદાવાદથી કેવડિયા વચ્ચે ઉડાન ભરનાર સી પ્લેનની સેવાછેલ્લા 230 દિવસથી ઠપ્પ થઇ ગઇ છે અને લોકો પણ રાહ જોઇ રહ્યાં છે કે કયારે ફરી સવારી કરવાં મળશે. આ બાબત પર તાજેતરમાં જ રાજપીપળા ખાતે આવેલ ભાજપનાં રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી કહ્યું કે આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ વચ્ચે સી પ્લેનની સેવા જલદીથી શરૂ કરાશે

જોકે આ સેવા ક્યારથી શરૂ કરવામાં આવશે તે બાબતે હજી કોઇ ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી.

ઉત્તર ગુજરાતમાંથી એક, મધ્ય ગુજરાતમાંથી અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા કોલોની અને સુરતનાં પાણીનો કોઝવે આ ચાર જગ્યાએથી કનેક્ટિવિટી કરી સી પ્લેન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે માટેનાં સર્વેનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે જેમાં સુરત, ભુજ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની એર કનેક્ટિવિટી પણ થશે તેમજ 9 સીટનું સી પ્લેન શરૂ થશે અને ભુજથી અમદાવાદ 50 સીટનું સી પ્લેન શરૂ કરાશે તેનાં પર હાલ સર્વે ચાલુ છે.

(9:38 pm IST)