Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સના સપ્લાયર મુખ્ય આરોપી મુખ્તાકખાન પઠાણની મુંબઈથી દબોચી લીધો

આરોપીએ એમ.ડી ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાનું સ્વીકાર્યું:લીસે ડ્રગ્સનો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની તપાસ શરૂ કરી

અમદાવાદ :શહેરમાં 11 ઓગસ્ટના રોજ બારેજા ગામથી જેતલપુર ગામ તરફ જતા હાઈવે રોડ પર બે શખ્સ રૂ.7 લાખની કિંમતના 70 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી તરીકે મુંબઈના મુસ્તાકખાન પઠાણનું નામ સામે આવ્યું હતું, જેને અમદાવાદ પોલીસ મુંબઈ જઈને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે મુંબઈ જઈને મુંબઈ પોલીસની મદદ માંગી હતી. સ્થાનિક પોલીસની બાતમીના આધારે મુસ્તાકખાન ત્રિવેણીનગરમાં 19 માળની બિલ્ડીંગમાં રહેતો હોવાની જાણ થઈ હતી.

 

આ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીના ફ્લેટ પર પહોંચી હતી, જ્યાં આરોપી મુસ્તાકખાન તેના પલંગની નીચે છુપાયેલો મળી આવ્યો હતો. વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી અમદાવાદ લાવીને કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં આરોપીએ એમ.ડી ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. હાલમાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની તપાસ શરૂ કરી છે, સાથે તે અન્ય આવા પ્રકારના કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પૂછપરછ શરૂ કરી છે.

(9:33 pm IST)