Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કલ્યાણપુર પુષ્ટિ હવેલી વસ્ત્રાપુર અમદાવાદ મુકામે શ્રીનાથજી ધજાજી નું આરોહણ કરાયું : ઉત્સવના આનંદથી વૈષ્ણવો ભાવવિભોર

અમદાવાદ :વલ્લભકુળ ભૂષણ તિલકાયત ગો. 108 શ્રી રાકેશકુમારજી મહારાજ શ્રી ની આજ્ઞાનુસાર અને પ. પૂ. ગો. 105 શ્રી વિશાલકુમારજી મહોદય શ્રી ની પ્રેરણાથી શ્રી શ્રીનાથજીના ઘ્વાજાજી આરોહણ આજે તા: 14-11-2019 ના રોજ ષષ્ઠપીઠાધીશ્વર પ. પૂ.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી  મહારાજશ્રીની ના શુભ હસ્તે સવારે 11 કલાકે કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવજનો એ  દર્શન નો લાભ લીધો હતો અને આ ઉત્સવના આનંદથી ભક્તો ભાવ વિભોર થઇ ગયા હતા. 

નાથદ્વારા શ્રીનાથજી ના ધજાજી એ સાક્ષાત શ્રીગોવર્ધન નાથજી નું સ્વરૂપ છે.

આપણે વૈષ્ણવો શ્રી ગોવર્ધન નાથજી ને આપણા ઘરે નથી પધરાવી શકતા, એટલે ભાવાત્મક રૂપે ધજાજી સ્વરૂપે પધરાવીએ છીએ. અને મહોત્સવ માનાવી ને ગૌરવ થી પ્રભુ આપણા ઘરે બિરાજ્યા તેવી હર્ષસભર લાગણી અનુભવીએ છીએ.

જયારે (મેવાડ) નાથદ્વારા ઉપર હોલ્કર ના લશ્કરે આક્રમણ કર્યું ત્યારે શ્રીનાથજી ઉદયપુર અને નાથદ્વારા વચ્ચે આવેલા ઘસીયાડ માં પધાર્યા જ્યાં ઠાકોરજી 20 વર્ષ બિરાજ્યા. મેવાડ માં ફરી શાંતિ થઈ ત્યારે શ્રીનાથજી ને ફરી નાથદ્વારામાં પધરાવ્યા . તે સમય ના તિલકાયત શ્રીદામોદરજી મહારાજ(દ્વિતીય) હતા. તેઓ એ સંવત 1878 માં શ્રીનાથજી ને છપ્પન (56) ભોગ આરોગવા નો મનોરથ કર્યો. આપશ્રી એ વૈષ્ણવો ને આમંત્રણ મોકલ્યા. તે સમય પાકા રસ્તા ન હતા તેથી ઘણા ઓછા વૈષ્ણવો છપ્પન (56) ભોગ ના મનોરથ માં ભાગ લઇ શક્ય।. અને વૃદ્ધ, અશક્ત વૈષ્ણવો ભાગ ના લઇ શક્યા. 

શ્રી દાઉજી મહારાજ વૈષ્ણવો નો વિરહ જોઈ વ્યથિત થયા, અને તેમને જુદા જુદા ભેટિયાજી દ્વારા જુદા જુદા ગામો માં ધજાજી પધરાવાની વ્યવસ્થા કરી અને શ્રી ધજાજી ના દર્શન થી વૈષ્ણવો ને પરોક્ષ રીતે શ્રીનાથજી ના દર્શન અને સેવા નું સુખ આપવા ની પરંપરા શ્રી દાઉજી મહારાજે શરુ કરી. જે 170 વર્ષ થી ચાલતી આવે છે. ભક્ત ચાહી ને ભગવાન ના દર્શન કરવા જાય તે મર્યાદા છે. ભગવાન ભક્ત ના વિરહ  થી વ્યથિત થઇ ને ભક્ત ને દર્શન આપવા પધારે તે પુષ્ટિ છે.

 આપણે શ્રીનાથજી ના દર્શન કરવા જઈએ તે મર્યાદા છે. પરંતુ શ્રીનાથજી સ્વયં ધજાજી સ્વરૂપે આપણે પ્રદેશ/ ઘર માં પધારે તે પુષ્ટિ છે. માટે વૈષ્ણવો એ શ્રીનાથજી ના ધ્વજા આરોહણ મહોત્સવ નો લાભ અવશ્ય લેવો જોઈએ.

કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુર ખાતે નાથદ્વારા શ્રીનાથજી ના ધજાજી તા. 14 થી 16 નવેમ્બર સુધી પધારી રહ્યા છે. 

જીજ્ઞેશ  ગાંધી - 9327002923

 

(7:55 pm IST)