Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

માતર તાલુકાના સોખડા ગામની સીમમાં ટેમ્પો-લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા ટેમ્પાનો ભેદ ખુલ્યો: 1300 કિલો ગૌવંશનો જથ્થો રસ્તા પર ઢોળાતા અરેરાટી

માતર: તાલુકાના સોખડા ગામની સીમમાં ગત બુધવારના રોજ વહેલી સવારે ટેમ્પો-લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પા ચાલકનું સ્થળ પર મોત થયું હતુ. જો કે ટેમ્પામાંથી વીખરાઈ ગયેલા પોટલા ખોલીને જોતા ગૌમાંસ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના સોખડા ગામની સીમમાં ગત બુધવારના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં માતર તરફના સીંગલ પટ્ટી રોડ તરફથી પુરપાટ ઝડપે આવતાં એક અશોક લેલન ટેમ્પા . જીજે-૦૬, એઝેડ-૩૯૧૪ના ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડે લાવી બેદરકારીપૂર્વક હંકારી સામેથી આવતી લક્ઝરી બસ . જીજે-૧૦, ટીએક્સ-૦૬૪૬ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લક્ઝરી બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જો કે તેમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટેમ્પો પલટી ખાઈ જવાથી તેના ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

(6:02 pm IST)