Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુરતના રાંદેર કોઝવે સર્કલ નજીક પોલીસનો બાતમીદાર હોવાની આશંકા સાથે શખ્સ પર ચપ્પુના ઘા જીકી જીવલેણ હુમલો કરનાર ચાર ડ્રગ્સ પેડલરની ધરપકડ

સુરત:રાંદેર કોઝવે સર્કલ નજીક સુલતાનીયા જીમખાના પાસે વ્હેલી સવારે પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી ડ્રગ્સ માફીયા મોટા ભાઇ અને તેના જમાઇના ઇશારે નાના ભાઇને રેમ્બો છરાના ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાંખનાર પાંચ ડ્રગ્સ પેડલરને રાંદેર પોલીસે ઝડપી પાડયા છે.

રાંદેર કોઝવે સર્કલ નજીક ઇકબાલ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા રીક્ષા ચાલક આરીફ અતીહુર રહેમાન સૈયદ (.. 38) ને ગત રોજ વ્હેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં કોઝવે રોડ સ્થિત અજમેરી ટેનામેન્ટ પાસેથી સલમાન ઉર્ફે ગાંધી (રહે. એસએમસી આવાસ, મોરાભાગળ) મોટરસાઇકલ પર બેસાડી કોઝવે સર્કલ સુલતાનીયા જીમખાના નજીક બાબા ગેરેજ પાસે લઇ ગયો હતો. જ્યાં અગાઉથી તુફેલ ઉર્ફે કોયલાકા સાઢુ, અપ્પુ, શમશેર મહમંદ શેખ, અલ્લારખા ઉર્ફે લાલો ભઠ્ઠાવાળો શફી બરફવાલા, રાસીદ શેખ, ફરહાદ ઇસ્માઇલ ગલીયારા હાજર હતા.

(5:58 pm IST)